શ્રેષ્ઠ શિક્ષણની સાથે પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવતી ધોળકિયા સ્કુલની ગરબીમાં કાલથી ગરબાની રમઝટ

કુમ કુમના પગલા પડયા, માડીના હેત ઢળ્યાં

આકર્ષક અને ભવ્ય રંગ મંચની સજાવટ, નવરંગ વેશભૂષા, આધુનિક સાઉન્ડ સિસ્ટમ, અને આંખો આંજી દે તેવી આકર્ષક અને કલર ફૂલ લાઇટીંગની વ્યવસ્થા

નવલા નોરતાની નવે નવ રાત સુમધુર કર્ણપ્રિય, સુરીલા સંગીતથી મઢેલી ઢોલનો ધબકાર અને પ્રસિઘ્ધ કલાકારોના કંઠે ગરબાની મોજ

છેલ્લા આઠ વર્ષથી ધોળકીયા સ્કૂલ્સ શાળા પરિવાર નવરાત્રી પ્રાચીન રાસ ગરબા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. જેમાં આશરે 3પ0 બાળાઓ હોશે હોશે ભાગ લઇ રહી છે.

આ પ્રાચીન ગરબીનું આયોજન જાહેર જનતા માટે ચાચર ચોકમાં ખુલ્લા મંચ ઉપર કરવામાં આવે છે.

જેથી નગરના કોઇપણ વ્યકિત આબાલ વૃઘ્ધ અને કોઇપણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર દરેક લોકો આપણી પરંપરાગત પ્રણાલીને મનભરીને માણી શકે.

આટલા મોટા વિશાળ આયોજનને પહોંચી વળવા માટે અઢળક નાણાની જરુર પડવા છતાં ધોળકીયા સ્કૂલ્સ દ્વારા કોઇપણ જાતનો ફંડ ફાળો જાહેરાતો બેનરો લોટરીની ટીકીટ કે આરતીના ચડાવા રુપે પણ એક પણ પૈસો ઉઘરાવ્યા વગર નિ:સ્વાર્થ ભાવે આ મહોત્સવનું ભાવ અને ભકિતપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે.

ધોળકીયા શાળા પરિવારનું એક સપનું આપણી પૌરાણિક અને પ્રાચીન પરંપરાઓની માવજત અને સંસ્કૃતિની મહિમા તથા તેનું જતન થઇ શકે અને આવનારી પેઢીઓ આપણી આ મહાનતમ સંસ્કૃતિથી અવગત થાય એવા શુભ આશય સાથે આ આયોજન કરે છે.

નવરાત્રીના નવે નવ દિવસ ગરબીમાં ભાગ લેતા તમામ બાળાઓ તથા તમામ કાર્યકરો તથા આયોજક ભાઇ-બહેનોને શાળા પરિવાર તરફથી શુઘ્ધ સાત્વિક અને પૌષ્ટિક નાસ્તો પ્રસાદ સ્વરુપે કરાવામાં આવે છે.નવરાત્રીના નવમાં દિવસે દરેક બાળકો તથા વાલી ગણો માટે પ્રસાદનું આયોજન

નવે નવ દિવસનું વિડીયો શુટીંગ તથા ફોટોગાફી તેમજ જાહેર જનતાની સુવિધા માટે બે વિશાળ એલઇડી ટીવી સ્કીનની સગવડ જેથી દુર બેઠેલા દર્શકો નવરાત્રીનો આનંદ માણી શકે.

ધોળકીયા સ્કૂલ્સ રાજકોટના પ્રાચીન રાસ ગરબાનો નિહાળવા રાજકોટ આખામાંથી માનવ મહેરામણ જાણે ઉમટી પડે છે. જેની નોંધ લઇ આયોજકો દ્વારા સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થાનું આયોજન કરેલ છે.

જેમાં દાંડીયા, કરતાલ, માંડવી, બેડાં, દીવડાં, ટિપ્પણી, ખંજરી, મંજીરા, તલવાર, ત્રિશુલ વગેરે અન્ય સાધન સામગ્રી વડેમાં અંબાની ભકિત કરી ગુણગાનભાઇ માને રીઝવવાના સ્તુતિમય પ્રયાસો સંગીત અને તાલ સાથ કરવામાં આવશે.

જેમાં પાચ વર્ષથી શરુ કરી 1પ થી 16 વર્ષની બાળાઓ પોતાની આગવી શૈલીમાં મા અંબાને રીઝવવાના સંગીતમય અને તાલબધ પ્રયાસો કરશે.

સમય પ્રમાણે શહેરોમાં ગરબાનું સ્વરુપ બદલાતું જાય છે. ભકિત કરતા ઝાકઝમાળ દેખાય છે પરંતુ સંસ્કાર અને ધર્મ જે સનાતન સત્ય છે તે બદલાય નહી તેનો પુરતો ખ્યાલ ધોળકીયા સ્કુલની પ્રાચીન ગરબી રાખી રી છે.

ધોળકીયા સ્કૂલ્સ રાજકોટ આયોજીત આ પ્રાચીન નવરાત્રી રાસ ગરબા મહોત્સવની સફળતાના સોપાનો માં સુંદર, નયનરમ્ય, મનોહર અને વિશાળ રંગમંચની સજાવટના સારથીઓ નરેન્દ્રભાઇ મેવા, રજનીભાઇ પટેલ, અનકભાઇ વાળા, ગજેન્દ્રભાઇ ગોકાણી, નિરવભાઇ રાણપરા સાથે આચાર્ય નિકુંજભાઇ, અંશુમનભાઇ, પઢીયારભાઇ અને રાહુલભાઇ પોતાના અનુભવો અને આવડત વડે સજાવી રહ્યા છે.

જાયરે અદ્યતન લાઇટીંગ અને સાઉન્ડ સિસ્ટમ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીમના માટેના ટીમના સભ્યો કૃણાલભાઇ, વિમલભાઇ, ગગનભાઇ, હિતુભાઇ, નૈમિષભાઇ, અપૂર્વભાઇ, ધવલભાઇ ભોરાણીયા, મેહુલભાઇ પરમાર, સતીષભાઇ ઉમંગભાઇ, કામીરભાઇ, જીતેશભાઇ, કેતનભાઇ, ડિમ્પલબેન જયેશભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

મા-અંબાની ભવ્ય અને મનોહર મૂર્તિની કલા કારીગરી તેમજ સ્થાપન અને સજાવટ કૈલાશબેન શીંગાળા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

સંપૂર્ણ સંચાલન બહેનો દ્વારા જ સમગ્ર નવરાત્રી મહોત્સવનું આયોજન એક મહિનાની પ્રેકિટસથી નવરાત સુધીમાં તમામ આયોજન અને સંચાલન ધોળકીયા સ્કૂલ્સના લેડીઝ આચાર્ય તથા  સ્ત્રીશિક્ષક ગણ દ્વારા કરવામાં આવે છે.

Leave a Comment