સુરક્ષા વડાને સ્વાસ્થ્યકવચ પૂરું પાડતો ‘કેપ્ટન’!!

ગોલ્ડન રીટ્રીવર પ્રજાતિના ‘કેપ્ટન’ નામના શ્ર્વાને તેના બર્થ ડેના દિવસે વિવિધ બાર પ્રકારના સૂર્ય નમસ્કાર કર્યા

શ્ર્વાન માણસનું વફાદાર પ્રાણી ગણાય છે. શ્ર્વાનને જે શિખવીએ તે જલ્દીથી શીખે છે. આપણી રોજબરોજની તમામ પ્રવૃતિઓ પાળેલા શ્ર્વાન બારીકાઇથી નિહાળે છે, અને તેનું અનુકરણ પણ કરે છે. રાજકોટ શહેરમાં છેલ્લા દશકામાં શ્ર્વાન પ્રત્યે નગરજનો ક્રેઝ વઘ્યો છે. ગોલ્ડન રીટ્રીવર પ્રજાતિ શ્ર્વાનની વિવિધ પ્રજાતિઓ પૈકી એક છે જે ખુબ જ આજ્ઞાકારી સાથે વિવિધ કરતબ બહુ સારી રીતે કરી શકે છે.

અન્ય વ્યકિતને પણ સૂર્ય નમસ્કાર શિખવાડી શકે તેવી ક્ષમતા મારા શ્વાનમાં છે: મનોજ અગ્રવાલ

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પણ આ પ્રજાતિનો શ્ર્વાન પાળેલ અક્ષયકુમારની આવેલી ‘એન્ટરટેઇન્મેન્ટ’ ફિલ્મ બાદ શ્ર્વાની આ પ્રજાતિ સમગ્ર દેશમાં જાણીતી બની ગઇ છે. તે એક ફેમીલી બ્રીડ હોવાથી શ્ર્વાન લવર તેને પાળી રહ્યા છે. રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર પાસે સવા વર્ષનો ગોલ્ડન રીટ્રીવર છે જેનું નામ ‘કેપ્ટન’ છે.

આ ‘કેપ્ટન’ પોતાના જન્મ દિવસનાં અવસરે સૂર્ય નમસ્કારના વિવિધ કરતબો રજુ કર્યા હતા. ર1મી જુન વિશ્ર્વ યોગ દિવસ ઉજવાય છે. સમગ્ર વિશ્ર્વનું યોગા પરત્વે ઘ્યાન કેન્દ્રીત ભારતે કરાવ્યું ત્યારે લોકો પણ હવે કોરોનાની બે થપાટ બાદ ખુબ જ જાગૃત થઇને પોતાના આરોગ્ય બાબતે સજાગ થયા છે ત્યારે મનોજ અગ્રવાલે જણાવ્યું કે પોતાના શ્ર્વાન બીજાને સૂર્ય નમસ્કાર શિખવી શકે તેવી ક્ષમતા વાળો થયો છે, દરેક પ્રજાતિના શ્ર્વાનને તાલીમ બઘ્ધકરો તો તે તમામ કાર્ય કરી શકે છે. આજના ફીટ ઇન્ડિયા યુગમાં સૌએ પોતાની હેલ્થ બાબતે જાગૃત થવાની જરૂર છે.

રાજકોટના શ્વાન લવર્સને સૌથી વધુ ગમે છે આ પ્રજાતિઓ

રાજકોટના છેલ્લા દશકા પાલતું જાનવરોમાં શ્ર્વાન બાદ બર્ડને હાલમાં કેટ નો ક્રેઝ વઘ્યો છે. ત્યારે ઓલ ટાઇમ ફેવરીટ એવા શ્ર્વાનો ડોગ લવરની પ્રથમ પસંદગી છે. આ પ્રજાતિઓમાં નાનકડી ટોય બ્રીડમાં પોમેરીયન, સિર્ટઝુ , લાસા, પગ જેવા શ્ર્વાનો સાથે મોટી બ્રીડના સેફટી ડોગમાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ, ડેસ હાઉન્ડ,  રોટવીલર, ડોબરમેન, ગ્રેટડેન જેવી વિવિધ પ્રજાતિમાં શ્ર્વાન લવર પાળી રહ્યા છે. રાજકોટમાં તેના દવાખાના ઓપરેશન થિયેટરો, ટ્રેનીંગ સેન્ટરો, બ્યુટી પાર્લરો દર વર્ષે રાજકોટમાં ડોગ શો પણ થાય છે ઉલ્લેખનીય છે કે રાજકોટના શ્ર્વાનોએ રાજય કક્ષા સાથે નેશનલ લેવલે ‘બેસ્ટ ઇન શો’નો એવોર્ડ પણ મેળવેલ છે. રાજકોટમાં પ00 ગ્રામથી માંડી 120 કિલો સુધી શ્ર્વાન લોકો પાસે છે.

ગોલ્ડન રીટ્રીવર શ્વાનની શું હોય છે ખાસિયત?

  • તે એક ફેમીલીયર શ્ર્વાન છે, સ્વભાવે શાંત અને આજ્ઞાકારી હોય છે.
  • અક્ષયકુમારની ‘એન્ટરટેઇન્મેન્ટ’ ફિલ્મ બાદ શ્ર્વાન લવરમાં આ બ્રીડનો ક્રેઝ વઘ્યો છે.
  • ઓપ વ્હાઇટ – ગોલ્ડન અને બ્લેક કલરમાં જોવા મળતા આ શ્ર્વાનનો બ્લેક કલર બહુ ઓછો જોવા મળે છે, મોટાભાગે ‘ગોલ્ડન ’કલર ના વધુ જોવા મળે છે.
  • આ શ્ર્વાનનું આયુષ્ય એવરેજ 1ર વર્ષ ગણાય છે.
  • તેના લોંગ હેર સાથે તેમનું લુક ખુબ જ આકર્ષક હોવાથી લોકોને તે ખુબ જ ગમે છે.

Leave a Comment