સુરેન્દ્રનગરમાં મેડિકલ કોલેજના તબીબની બેદરકારી: ઓપરેશન બાદ કોટન શરીરમાં રાખી દીધું

યુવાનનું બીજી વખત ઓપરેશન કરી કોટન બહાર કાઢયું: ઉચ્ચ અધિકારીને રજુઆત

સુરેન્દ્રનગર શહેર ની મેડિકલ કોલેજ નો બેદરકારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજમાં આજથી આશરે ચાર મહિના પહેલા સુરેન્દ્રનગરના સ્થાનિક રહેવાસી રમેશભાઈ દ્વારા પગ ના ગોળા નું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું પરંતુ ઓપરેશન સમયે ડોક્ટરની બેદરકારીને કારણે ઓપરેશનમાં વપરાશ થયેલા કોટનનું રૂ અંદર રહી ગયું હતું અને ઉપર ટાંકા લઈ લેવામાં આવ્યા હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે.

જેને લઇને રમેશભાઈને પગના ભાગે ખૂબ જ પીડા થઈ રહી હતી અને રસી પણ થઇ જવા પામી હતી જેને ધ્યાને લઇ અને રમેશભાઈ અને તેમના પરિવારજનો દ્વારા મેડિકલ કોલેજમાં બે મહિના સુધી ડ્રેજીંગ કરાવવામાં આવતું હતું તે છતાં પણ કોઈ પણ જાતની રિકવરી ન આવતા ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં તેમને ડોક્ટરને દેખાડી અને ત્યાં તેમને ઓપરેશન કરવું પડશે તેવું કહેવામાં આવ્યું હતું.

ઓપરેશન સમયે શરીરમાં કોઈ ઓપરેશન ની વસ્તુ રહી ગઈ છે તેવું કહી અને ખાનગી હોસ્પિટલમાં તેમનું ઓપરેશન પગનનું બીજી વખત કરવામાં આવ્યું હતું ત્યારે બીજી વખત ઓપરેશન કરતા સમયે આ થાપાના ઓપરેશન માંથી 700 ગ્રામ જેટલી રૂ નીકળ્યું હતું.  જેને લઇને ચકચાર મચી જવા પામ્યો હતો ત્યારે તેમના પરિવારજનો પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જવા પામ્યા હતા. ત્યારે આ મામલે સુરેન્દ્રનગરના મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓ અને સંચાલકોને જ્યારે આ પરિવારજનો દ્વારા વાતચીત કરી અને બીજી વખત ઓપરેશનના પુરાવાઓ પણ આપી અને ડોક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી કોઇ પણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા પરિવારજનોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

Leave a Comment