સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ રાત્રીમાં 3 ઈંચ વરસાદ

ઝાલાવડમાં  વરસાદે તરાજી સર્જી : ખેડૂતોના ઉભા પાકો બળી ગયા

હાઇવે રોડ ધોવાયા : ખરાબ રસ્તાના કારણે સાયલા-લીમડી હાઇવે ઉપર આવેલ વડોદ ગામ પાસે આઇસર પલટી ખાઈ ગયું

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદે તારાજી સર્જી છે સતત વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં એકથી લઇ ચાર ઇંચ સુધી વરસાદ ખાબકવા પામ્યો છે. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક હાઈવે રોડ રસ્તાઓ તથા ક્રોઝવે નુ ધોવાણ થવા પામ્યો છે જેને લઇને જિલ્લાની જનતાને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ આવતા ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારે હજુ આગામી ત્રણ દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે સુરેન્દ્રનગર જિલ્લા માટે કરે છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બે દિવસથી અવિરત વરસાદના પગલે અને ગત રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તથા શહેરી વિસ્તારમાં વરસાદના પગલે જિલ્લાના રોડ રસ્તા હાઇવે અને ક્રોઝવે પાણીમાં ધોવાઇ જવાબ આવ્યા છે.

કારણકે સુરેન્દ્રનગર જિલ્લામાં ગતરાત્રે 1 ઈંચ થી લઇ 4 ઇંચ સુધી તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.ેને લઇને અનેક હાઇવે ઉપર વાહનો પલટી ખાઇ જવા પામ્યા છે હાઇવે ઉપર વરસાદના કારણે ધોવાણ થતા મોટા ગાબડાં પડી જવા પામ્યો છે જાણે વિકાસની ભૃણ હત્યા થઈ ગયા હોવાના દૃશ્યો વહેલી સવારે સામે આવ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારમાં પણ નગરપાલિકાની બેદરકારી અને ખરાબ કામો ના પગલે અનેક રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે.

શહેરના ટાવરચોક ટાંકી ચોક તથા મુખ્ય રોડ સરસ્તાઓ ઉપર ગામડાઓ પડી જવા પામ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે તેવા સંજોગોમાં ચોટીલામાં ગત રાત્રે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા પામ્યો છે તેને લઈને ચોટીલાના અને ક્રોઝવે પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યા છે અને ધોવાણ પણ થવા પામ્યો છે ત્યારે ચોટીલાનો પીપળીયાળા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

વડોદ ગામના પાટિયા પાસે ખરાબ રસ્તાના પગલે આઇસર પલટી મારી ગયું:
5 કિલોમીટર ટ્રાફીકજામ

સુરેન્દ્રનગર શહેરમાં વરસાદે તારાજી સર્જી છે તેવા સંજોગોમાં ગત રાત્રે એકથી લઇ ત્રણ ઇંચ સુધી વરસાદ ખાબકતા પામ્યો છે જેને લઇને સાયલા લીમડી હાઇવે નું ધોવાણ થઈ જવા પામ્યું છે હાઇવે ઉપર મોટા ગાબડાં પડી જવા પામ્યા છે ત્યારે આજ રોડ ઉપરથી પસાર થઇ રહેલું આઇસર વડોદ ગામના પાટિયા પાસે વહેલી સવારે પલટી ખાઈ ગયું છે જેને લઇને ડ્રાઈવરને નાની-મોટી ઇજા થઇ છે અને હાઇવે ઉપર આઇસર પલ્ટી ખાઈ જતાં પાંચ કિલોમીટર લાંબી ટ્રાફિકની લાઈનો લાગી છે ત્યારે લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા છે સ્થાનિક પોલીસ ત્યાં જઈ અને આ આઇસરમાં ભરેલો સામાન અને આઇસર ને ક્રેકની મદદથી રોડની સાઈડમાં લેવામાં આવી છે અને હાઇવે ખુલ્લો કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા  ઊભા પાકને નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ઓરેન્જ એલર્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હજુ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી પણ સુરેન્દ્રનગર હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે તેવા સંજોગોમાં સતત વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ જવા પામ્યા છે વઢવાણ લીમડી સાયલા ચુડા ધાંગધ્રા પાટડી લખતર ચોટીલા સહિતના પંથકના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે જેને લઇને ઊભા પાકને નુકસાન થયું છે કપાસ તલ અને રોકડિયા પાકો બળી જવા પામ્યા છે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો વરસાદે છીનવી લીધો છે.

Leave a Comment