સૌરાષ્ટ્ર અને આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ બનવા જબરૂ લોબિંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીની ટર્મ આગામી ફેબ્રુઆરી માસમાં પૂરી થઇ રહી છે. જ્યારે બીજી બાજુ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડો.અમીબેન ઉપાધ્યાયની પણ માર્ચ માસમાં ટર્મ પુરી થતી હોય,ત્યારે નવા કુલપતપિદે કોણ બિરાજશે તેની પ્રક્રિયા આવતા માસથી શરૂ કરી દેવામાં આવી છે. જો કે લોકલ લેવલે કુલપતિ બનાવવા મોટા માથાઓએ કસરત આરંભી દીધી છે. ત્યારે હવે કુલપતિને વધારે ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવું કે પછી તેમના સ્થાને અન્ય કોઇને કુલપતિ તરીકે નિયુક્તિ આપવી તે મુદ્દે  અત્યારથી મથામણ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષે બે યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પુરી થતી હોય, અત્યારથી જ કુલપતિ માટે અલગ અલગ નામોની ચર્ચા ચાલી રહી છે. જાણવા મળતી વિગત મુજબ આગામી સપ્ટેમ્બર સુધીમાં કુલપતિના દાવેદારોની અરજીઓ મગાવી લેવામાં આવશે ત્યારબાદ ચર્ચા-વિચારણાના અંતે ત્રણ નામની પેનલ રાજય સરકારને મોકલવામાં આવ્યા બાદ નવા કુલપતિ કોણ તે અંગેની જાહેરાત કરાશે.

મળતી માહિતી મુજબ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડો.અમીબેન ઉપાધ્યાયે ધામા નાખ્યા હતા અને કુલપતિ-ઉપકુલપતિ સાથે મીટીંગ યોજી હતી જોકે કઈ બાબતે તેઓ મળવા આવ્યા તે હજુ ચોક્કસ રીતે પુરવાર થઈ શક્યું નથી. બીજીબાજુ યુનિવર્સિટીમાં અમીબેન ઉપાધ્યાયના આગમનથી કુલપતિ તરીકે બીજી ઇનિંગ પણ સંભાળવા તખ્તો ત્યાર થતો હતો તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Leave a Comment