સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઝાદી અને મેઘાણીના ગીતોની રમઝટ બોલી

કાલે સોરઠી સંતો અને બુધવારે મેઘાણીનું પત્રકારત્વ વિષય પર વકત્વય : પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિ રહેશે

આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની 125 મી જન્મજયંતિની ઉજવણી તથા દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના   ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર આજથી ત્રણ દિવસ માટે “આઝાદી કા અમૃત મહોત્સવ અને મેઘાણી વંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમનું ઉદઘાટન રાજકોટના ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહના વરદહસ્તે કરવામાં આવેલ હતું. આવતીકાલે સેનેટ હોલ ખાતે ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મ શ્રી વિષ્ણુ પંડ્યાની વિશેષ ઉપસ્થિતમાં ડો.નિરંજન રાજ્યગુરૂ સોરઠી સંતો પર પ્રવચન આપશે અને બુધવારે મેઘાણીનું પત્રકારત્વ પર વ્યાખ્યાન યોજાશે.

આ કાર્યક્રમમાં આઝાદીના શૌર્ય ગીતો તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી એ લખેલા લોકગીતોનું ગાયન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં ગુજરાતી ભવનના અધ્યક્ષ ડો. મનોજભાઈ જોશીએ સમગ્ર આયોજન કર્યું હતું અને સમગ્ર કલાવૃંદે શૌર્ય ગીતોનું ગાન કર્યું હતું.આ કાર્યક્રમમાં ગુજરાતી ભવનના અધ્યક્ષ ડો. મનોજભાઈ જોશીએ સમગ્ર આયોજન કર્યું હતું અને સમગ્ર કલાવૃંદે શૌર્ય ગીતોનું ગાન કર્યું હતું.

આ પ્રસંગે સિન્ડિકેટ સભ્ય ડો. ગીરીશભાઈ ભીમાણી, ડો. મહેશભાઈ ચૌહાણ, ડો. ભરતભાઈ રામાનુજ, ડો. કલાધરભાઈ આર્ય, ભવનના અધ્યક્ષ, અધિકારીઓ, પ્રાધ્યાપક તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો. જે.એચ. ચંદ્રવાડીયા એ કરેલ હતું.

Leave a Comment