ૐ નમ: શિવાયના જાપથી કુંડલિની શકિત જાગૃત થાય

શિવ એટલે કલ્યાણ, સદા-સર્વદા સર્વેનું કલ્યાણ કરે એ શિવ જીવનું અંતિમ લક્ષ આવા-ગમનના અમંગળ આંટાફેરા ટળી જાય અને જીવ શિવમાં ભળી જાય, શિવના ચરણમાં શરણ મળે, ફેરોફળે એજ એનો અંતિમ ધ્યેય એમાંય સમસ્ત પ્રાણી માત્રમાં દેવોનેય દુર્લભ એવો મહામૂલો મનુષ્ય અવતાર છે.પ્રકૃતિએ માનવને તમામ સુખસુવિધાઓ અર્પી છે તો પ્રભુએ એને બહુ મૂલ્યવાન બુધ્ધિ પણ બક્ષીછે. પરંતુ દુર્ભાગ્યે આ બુધ્ધિએ જ સઘળો દાટ વાળ્યો છે. કહેવાય છે ને કે, જેનીબુધ્ધિ બગડી એનું બધુ બગડયું આ દુર્બધ્ધિને સદ્બુધ્ધિમાં ફેરવવાનું કામ શિવજી કરે છે સદ્ બુધ્ધિના દાતા ભાગ્ય વિધાતા, પ્રલય કરનારા, તારણહારા કાળના મહાકાળ દેવા ધી દેવ મહાદેવ છે.

સર્જનહારે, માનવ સ્વર્ય જીવન સાર્થક કરે, નનરમાંથીથ નારાયણથ બને એ માટે એક ઓર અલૌકિક અદભૂત, શકિત પ્રદાન કરી છે.જેને યોગની ભાષામાં કુંડલીની શકિત કહેવાય યોગ થાય તો વિયોગ ટળે એ માટે સંયોગ સંજોગો, જોઈએ. આ સંયોગ શિવના સાનિધ્ય થકી જ સાંપડે જો શિવની સાધના કરાય, ૐ નમ:શિવાય નો અવિરત જાપ થાય તો જ કુંડલીની જાગૃત થાય અને ભવોભવનો ફેરો ટળી જાય.

મૂલાધાર જેનો શકિતપીઠ યા ત્રિપુરાનું સ્થાન (ઈંડા, પિંગલા, સુષુમ્ણા નાડી પણ કહેવાય છે. આ મૂલાધારમાં કુંડલીની ગુપ્ત મહાશકિત ગુંચળુ વળીને પડી છે. આ શકિત ૐ નમ: શિવાયના જાપ કર્યે સરવળે છે, અને અવિરત જાપ કર્યે જાગૃત થઈ , ઉર્ધ્ય ગતિ કરી, શિવને મળે છે.મતલબ જીવનો શિવ સાથે સંગ્રામ મેળાપ કરાવે છે. પછી આવા-ગમન ટળીજાય છે.

જીવ શિવમાં ભળી જાય છે.સહુ સાથે મળી ભકિતના રંગે રંગાય, સાથોસાથ વાવણી પછી વિશ્ર્વેશ્ર્વર પ્રત્યે પોતાના વિપુલ વિશ્ર્વાસ અને ભાવ વ્યકત કરવા આનંદ મનાવવા, જીવ ને શિવ તરફ વાળવા, શ્રાવણ માસની મહત્તા વધારી અને દેવા-ધિ-દેવ મહાદેવ પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગટ કરવા, અહોભાવ જતાવવા, આપણા આર્યદ્રષ્ટા ઋષિ મહર્ષિઓએ શ્રાવણ માસ ભગવાન સદાશિવનો માસ કહી સર્વેને સમર્પિત કર્યો. આ પરમ પાવક શ્રાવણ માસના પ્રથમ પૂનિત દિને ભગવાન સદાશિવના ચરણમાં શત્-શત્ વંદના.

Leave a Comment