75માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી; PM મોદી, CM રૂપાણીએ કર્યુ ધ્વજવંદન, જુઓ વીડિયો

આજે દેશભરમાં 75માં સ્વાતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ લહેરાવી ત્રિરંગાને સન્માનભેર સલામી આપી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં 75માં સ્વતંત્ર દિવસની રાજધાની દિલ્હીમાં ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. આ દરમ્યાન તમામ કેન્દ્રીય મંત્રીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત છે.

જ્યારે ગુજરાતના રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ રહી છે. જૂનાગઢમાં રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતની હાજરીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધ્વજવંદન કર્યું છે. રાજધાની નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર અને જૂનાગઢમાં બંને સ્થળોએ હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.

હનુમાનજી પણ રંગાયા ત્રિરંગાના રંગમાં..!!

75માં સ્વતંત્ર દિન નિમિત્તે “આઝાદી કા અમૃત મહોત્સવ” પણ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજરોજ રાષ્ટ્રીય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે.

Leave a Comment